ગેસ અથવા આફરો થવાના કારણો અને ઉપાય ...
કારણો ....
આજના આધુનિક ઝડપી યુગ માં દરેક કામ ઝડપથી કરવામાં આવે છે .એટલે બીજા કામો કરવામાં ભોજન નિયમિત કરી શકાતું નથી .એવી જ રીતે ઉગવાનો કે સવારે ઉઠવાનો સમય પણ નક્કી હોતો નથી ,એ સિવાય માનસિક તનાવ ,ભૂખ લાગવા છતાં ભોજન ન કરવું અને મસાલા વાળું ચકેદાર ભોજન કરવું અને બહાર તૈયાર વેચાતી વાનગી ના લીધે પેટમાં ગેસ અને બીજી તકલીફો થાય છે .
લક્ષણ ...
- પેટ માં ગેસ ઉત્પન્ન ગમે તે કારણે થઇ સકે છે . એ વખતે પાચનક્રિયા અનિયમિત અને નબળી પડી જાય છે .અમ્લ અને ક્ષાર નું લોહીમાં સમતોલન જળવાતું નથી ,પેટ માં વાયુ ભરેલો રહે છે .જેના કારણે પેટ ભારે અને ભરેલું લાગે છે .
- પેટ અને પીઠ માં આછો દુઃખાવો રહ્યા કરે છે .પેટ સાફ આવતું નથી ,વારંવાર ઓડકારો આવ્યા કરે છે ,સરીર માં થાક અને આળસ નો અનુભવ થયા કરે છે .
ઉપાયો ..
- એક ગ્લાસ શેરડીનો રસ ગરમ કરી એમાં થોડો લીબું નો રસ અને મીઠું નાખી દિવસ માં બે વાર પીવાથી આફરો દુર થાય છે .
- ગરમ કરેલા તલ ના તેલ માં હીંગ નાખી થોડીવાર તેલ ગરમ કર્યા પછી એ તેલ ઠંડુ થયા પછી એ તેલ પીવાથી પેટ માં ગેસ થતો નથી અને આફરો માટે છે .
- વરિયાળી ને ખુબ ચાવી-ચાવીને ખાવાથી અને તેનો રસ ચૂસવા થી આફરો માટી જાય છે . પાંચ ગ્રામ વરિયાળી નું ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી આફરો માટી જાય છે .
- પાનના રસમાં મધ મેળવીને ચાટવાથી ગેસ રોગ થી છુટકારો મળે છે .
- પાકા અનાનસ ના ટુકડા કરી એની મીઠું અને વાટેલા કાળામરી ભભરાવીને ખાવાથી અજીર્ણ ની તકલીફ દુર થાય છે .
- પેટમાં આફરના કારણે વાયુ ભરાઈ ગયો હોય પેટ મોટું થઇ ગયું અને ખુબ જ દુઃખાવો થયો હોય તો પેટ પર ડુટીની આસપાસ હિંગ નો લેપ કરવાથી ખુબ જ જલ્દી આરામ થઇ જાય છે


0 ટિપ્પણીઓ