તંદુરસ્ત રહેવા માટે આટલું કરો...
તંદુરસ્ત રહેવા માટે આટલું કરો...
- રાતના સમયે જલ્દી ઊંઘી જઈને વહેલી સવારે સૂર્યોદય પહેલા ઉઠી જાવ .
- સવારે પથારી છોડી પછી મળત્યાગ ક્રિયા પતાવતા પહેલા કોગળા કરી બે ગ્લાસ પાણી પીઓ .
- દંત મંજન કાર્ય પછી જીભ સાફ કરી , આંખો પર ઠંડુ પાણી છતો જેથી નેત્ર જ્યોતિ વધશે .
- બ્રશ કર્યા પછી ચા પીવાનું તાળો ,અડધો લીંબુનો રસ અથવા ત્રીફ્દાનું ચૂર્ણ લેવું તંદુરસ્તી માટે ખુબ જ ફાયદાકારક છે .
- સ્નાન કરતા પહેલા સરીર પર તેલ ની માલીશ કરો .
- સ્નાન કર્યા પછી એકાંત માં ધ્યાન કરવા બેસો .એકાગ્રતા પૂર્વક જીવન વ્યવહાર પર ચિંતન કરો .
- સ્નાન કાર્ય પછી થોડા લીમડાના પાન ચાવો .
- ભોજન કરતા પહેલા એક કલાક પહેલા એક ગ્લાસ પાણી જરૂર પીવો .જો એમાં થોડો લીંબુ નો નાખી પીવાથી વધારે ફાયદો થશે .
- ભોજન ખુબ જ હલકું અને તરત પચે એવું કરો ,ઘરડા લોકોએ ભૂખ કરતા થોડું ઓછું જમવું જોઈએ ,
- દિવસ દરમિયાન બે વખત ભોજન કરો .ઉતમ તંદુરસ્તી માટી ભૂખ હોય એના કરતા થોડું ઓછું જમો .
- સવારે નાસ્તા માં ફળાહાર કરો ,ફણગાવેલા ધન અતિ ઉત્તમ છે .
- રેસા વડા ખાદ્ય પદાર્થો આંતરડા મજબુત બનાવે છે .એટલે એનો ભોજન માં સમાવેશ કરવો જોઈએ .
0 ટિપ્પણીઓ